અંકલેશ્વર: કોસમડી નજીક સર્જાયેલ માર્ગ અકસ્માતમાં અઢી વર્ષના બાળકનું મોત

અંકલેશ્વરના કોસમડી રોડ પર આવેલ જય પ્રભુફાર્મ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા છોટા હાથી ટેમ્પો રસ્તાની સાઈડમાં  આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં દીપક  ચોરશિયા, કંચન  ચોરશિયા અને કુંજ દીપક ચોરશિયાનો સમાવેશ થાય છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન અઢી વર્ષના બાળક કુંજ ચોરસિયાનું કરુણ મોત નિપજ્યું હતું.અઢી વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.