New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/Final-Logo-copy.png)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરીટીની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ નેશનલ સ્કૂલ નજીકના માર્ગ ઉપર પીવાનું પાણી ફરી વળ્યું હતું. નોટીફાઈડ એરિયા ઓથોરીટીની પસાર થતી પાઇપ લાઇનમાં ભંગાણ થવાના કારણે આજે વહેલી સવારથી જ પાણીનો બગાડ થતો હતો. જેને પગલે બાજુની કાંસમાં આ પીવાનું પાણી વ્યર્થ થઈ વહી ગયું હતું. આ વિસ્તારમાં માર્ગ ઉપર અવર જવર કરતાં રાહદારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ તંત્રને થતાં જ તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરાવી પીવાના પાણીના બગાડને અટકવામાં આવ્યો હતો.
Latest Stories