New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/28130520/hhhg.jpg)
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ હાઇકલ કંપની માંથી ફરજ નિભાવી ઘરે પરત જતી વખતે મોટરસાયકલ ચાલકે કામદારને અડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે કામદારનું મોત નીપજ્યું હતું.
ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર થી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ હાઇકલ કંપનીમાં ફરજ બજાવતા ૪૨ વર્ષીય આરમોગમ ગુરુસ્વામી નાયડુ રહે. સંજાલી, અંકલેશ્વર તેમજ મૂળ રહે. નવાપુરા,નંદુરબાર :મહારાષ્ટ્ર કંપનીમાંથી ફરજ પૂરી કરી ઘરે ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ચાલકે મરણજનારને અડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને કરાતા રૂરલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ આરંભી છે.
Latest Stories