Connect Gujarat
Featured

અરવલ્લી : પ્રેમી પ્રેમિકાને લઈને નાશી છૂટ્યો પછી પ્રેમિકાનું થયું અપહરણ, જાણો કોણે કર્યું અપહરણ

અરવલ્લી : પ્રેમી પ્રેમિકાને લઈને નાશી છૂટ્યો પછી પ્રેમિકાનું થયું અપહરણ, જાણો કોણે કર્યું અપહરણ
X

કારમાં યુવતીનું અપહરણ થતા જીલ્લા સહીત રાજ્યભરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. અરવલ્લી એલસીબી ટીમે અપહરણકારોને ઝડપી પાડવા દાહોદ સહીત ઠેર ઠેર છાપા માર્યા હતા. એલસીબી ટીમને ગણતરીના કલાકોમાં અપહરણકરોને મહેમદાબાદથી અપહત્ય યુવતી સાથે ઝડપી પાડી યુવતીનો છુટકારો કરાવી અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. દાહોદના મનખોસલા ગમનો ૨૧ વર્ષિય મુકેશ મત્તાભાઈ ડામોર નામનો યુવક નજીકના ગ્રામ્ય વિસ્તારની ૨૦ વર્ષીય શીતલ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પ્રેમી પંખીડા પરિવારજનો પ્રેમ સંબંધ નહિ સ્વીકારેના ડરથી થોડા સમય અગાઉ ભાગી ગયા હતા

યુવક-યુવતી મોડાસાના દેવરાજધામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે ખુલ્લી જગ્યામાં રહી મજૂરી કરી રોટલો રળી રહ્યા હતા યુવતીના પરિવારજનો અને સગા-સંબંધીઓએ યુવતીની શોધખોળ હાથધરી હતી ત્યારે યુવક-યુવતી મોડાસામાં હોવાની જાણ થતા શનિવારે ઇન્ડિકા કાર લઈ એક મહિલા અને ૪ શખ્શો દેવરાજધામ નજીક પહોંચી યુવતીનું બળજબરી પૂર્વક ઉઠાવી અપહરણ કરતા યુવકને જાણ થતા મોડાસા ટાઉન પોલીસને તેની સાથે રહેલ યુવતીનું અજાણ્યા શખ્શો અપહરણ કરી ગયાની જાણ કરતા પોલીસતંત્ર દોડતું થયું હતું મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એસપી સંજય ખરાતે અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા એલસીબીને તપાસ સોંપી હતી.

અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમાર અને તેમની ટીમે અપહરણ કરનાર અજાણયા શખ્શો અપહરણ થયેલ યુવતીના પરિવારજનો અને સગા-સબંધીઓની સંડોવણી હોવાની જાણ થતા તાબડતોડ યુવતીના વતન દાહોદ ખાતે પહોંચી શોધખોળ હાથધરી હતી ત્યારે અપહરણકારો યુવતીને કારમાં અપહરણ કરી મહેમદાબાદ ખાત્રજ ચોકડી નજીક ગાંધી રાખેલ હોવાની જાણ થતા એલસીબીની ટીમે રાત્રે બે વાગે યુવતીને જે સ્થળે રાખવામાં આવી હતી ત્યાં છાપો મારી યુવતીનું અપહરણ કરનાર ૧) રામુ મકસીભાઈ ડામોર,૨) સુરેશ રામુભાઇ ડામોર,૩)

અલ્કેશ રામુભાઇ ડામોર (ત્રણે.રહે,ખરવાણી-દાહોદ),૪) કિશોર રામાભાઇ દોઢીયાર (રહે,થેરકા-દાહોદ) અને ૫) ગીતા અભેસિંગ બોરા (રહે,ખરોડ-દાહોદ) ને ઝડપી પાડી અપહરણ થયેલ યુવતીને બચાવી લીધી હતી એલસીબી ટીમે અપહરણના ગુન્હામાં વપરાયેલ કાર પણ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Next Story