અરવલ્લી જિલ્લાના ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાનું દુખદ નિધન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી પહોચ્યા હતા, જ્યાં સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી મંગળવારના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા પહોચ્યા હતા. ગતરોજ સોમવારે ચેન્નાઇની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેર ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ, પૂંજાભાઇ વંશ, જશુ પટેલ, અશ્વિન કોટવાલ સહિતના અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વરદેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170