અરવલ્લી : મોડાસા નજીક ઝૂમર નદીમાં ઘોડાપુર, 8 ગામનો વાહનવ્યવહાર ઠપ્પ

New Update
અરવલ્લી : મોડાસા નજીક ઝૂમર નદીમાં ઘોડાપુર, 8 ગામનો વાહનવ્યવહાર ઠપ્પ

અરવલ્લી જિલ્લામાં મેઘ મહેરને કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે તો મોડાસા તેમજ ભિલોડા તાલુકામાં ભારે વરસાદને કારણે કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. મોડાસામાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.મોડાસા નજીક ઝૂમર નદીમાં ઘોડાપુર, 8 ગામનો વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

મોડાસા તાલુકાના બાકરોલ નજીક ઝુમ્મર નદી બે કાંઠે વહેતા 10 જેટલા ગામોનો વાહન વ્યવહાર ઠપ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બાકરોલ અને રાજપુર વચ્ચે આવેલું કોઝવે કોઝવે પરથી પાણી વહી રહયાં છે. હાલ એક ગામથી બીજા ગામે જવા માટે 6 થી 7 કિલોમીટરનું અંતર કાપીને જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની માંગ છે કે આ કૉઝ વે ઉંચો કરવામાં આવે.

Latest Stories