/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-229.jpg)
ખાનગી શાળાઓ જેવી જો સરકારી શાળાઓમાં વ્યવસ્થા જોવા મળે તો,, બસ આવી જ એક શાળા મોડાસા તાલુકાના સાકરિયા ગામે છે, કે જ્યાં આ વર્ષે બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
સરકારી સ્કૂલની વાત આવે ત્યારે દરેક વાલીના મનમાં એક જ સવાલ ઉદભવતો હશે, કે ભણવાનું કેવું હશે, પણ મોડાસા તાલુકાની સરકારી સ્કૂલમાં આ વર્ષે ચોત્રિસ જેટલા નવા ખાનગી સ્કૂલના બાળકોએ પ્રવેશ લેતા, વાલીઓના મનમાં ઉદભવતા તમામ સવાલોનો જવાબ કદાચ મળી જશે.
આ છે, મોડાસા તાલુકાના સાકરિયા ગામની સરકારી પ્રાથમિક શાળા,, અહીંની શાળા જોવામાં જેટલી કુદરતી સૌંધર્યતાથી ભરપૂર છે, તેટલી જ આ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ છે, જેનાથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થકી અભ્યાસ કરાવવામાં આવે છે. એટલું જ નહીં શાળાની તમામ દિવાલો પર અભ્યાસને લગતા ચિત્રો તૈયાર કરાય છે, જેથી બાળકો રમતા-રમતા પણ જ્ઞાનમાં વધારે કરી શકે.
શાળાનું એક ફેસબુક પેજ પણ છે, જેના પર શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી શેર પણ કરાય છે, જેથી વાલીઓ તેમજ ગામના લોકો સતત માહિતગાર રહે છે.. શાળામાં સપ્તાહમાં એકવાર બાલસભાનું યોજન કરવામાં આવે છે,, સાથે જ નવોદય વિદ્યાલયમાં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવે છે.
ઇકો ક્લબ તેમજ પર્યાવરણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાય છે,, આસપાસના ગામડાના લોકો પહેલા મોડાસાની વિવિધ શાળાઓમાં તેમના બાળકોને પ્રવેશ અપાવતા હતા, જો કે, સરકારી શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વાલિઓને અહીંની શાળામાં બાળકોને પ્રવેશ માટે આકર્ષિ લાવે છે, જેથી વાલીઓ પણ શહેરમાં દૂર અભ્યાસ અર્થે મોકલવા કરતા ગામની જ શાળામાં મોકલવા વધુ પસંદ કરી રહ્યા છે, એટલું જ નહીં સંતરામપુર ખાતે ડાયટમાં ફરજ બજાવતા કર્મચારીએ પણ તેમના સંતાનને સાકરિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મુકીને અનોખો સંદેશ આપ્યો છે.
ધીરે ધીરે સરકાર શાળાઓમાં વાલીઓની રૂચિ વધતાં હવે સરકારી શાળાઓ પણ આધુનિક બની રહી છે, જેથી ઘર આંગણે જ બાળકોને ગુણવત્તાભર શિક્ષણ મળવા લાગ્યું છે. જો વધુને વધુ વાલીઓ તેમજ સરકારી કર્મચારીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મુકે તો આગામી સમયમાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓને પણ ટક્કર મારી શકે છે.