Connect Gujarat
Featured

અરવલ્લી: ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા, પશુના ટોળાં વચ્ચે ફોડાય છે ફટાકડા

અરવલ્લી: ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા, પશુના ટોળાં વચ્ચે ફોડાય છે ફટાકડા
X

અરવલ્લી જિલ્લાના મોડાસાના રામપુર ગામે નવા વર્ષની ઉજવણીની અજીબ પરંપરા ચાલી આવે છે. દિવાળીના તહેવારમાં ઉજવાતા નૂતન વર્ષ નિમિત્તે ગામમાં ગૌપાલકો ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયોને ભડકાવવાની પ્રથા પાળે છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના રામપુર ગામે ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે જે આજે પણ જોવા મળી હતી. રામપુર ગામે ગોપાલકોની વસ્તી રહે છે. દર વર્ષે તમામ ગોપાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ગામમાં દર બેસતા વર્ષે વહેલી સવારે ગામના પાદરે આવેલ કૃષ્ણ ભગવાનના મંદિરે આબાલવૃદ્ધ સૌ એકઠા થાય છે. ભગવાનની આરતી કરવામાં આવે છે ત્યારબાદ ગામના પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવે છે.

ગામના સૌ નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવામાં આવે છે. અને પશુઓને ભડકાવવામાં આવે છે. વર્ષોની પરંપરા રહેલી છે કે ફટાકડા ફોડી ભડકાવવા છતાં આજના દિવસે આ પશુઓ કોઈને પણ ઇજા પહોંચાડતા નથી કે કોઈપણ જાતનું નુકશાન પણ કરતા નથી. આ પરંપરાથી એવી માન્યતા રહેલી છે કે, વર્ષ દરમિયાન પશુઓમાં કે માણસો માં કોઈપણ રોગચાળો કે મહામારી આવતી નથી અને તમામ પ્રકારે પ્રગતિ થાય છે. આમ ભગવાન કૃષ્ણને અતિ પ્રિય એવા ગોપાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

Next Story