Connect Gujarat
Featured

અરવલ્લી : ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂનમનો મેળો કરાયો રદ્દ, જાણો શું છે કારણ..!

અરવલ્લી : ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂનમનો મેળો કરાયો રદ્દ, જાણો શું છે કારણ..!
X

અરવલ્લી જિલ્લાની ગીરીકંદરાઓમાં ભરાતો શામળાજીનો સૌથી મોટો મેળો એવો કાર્તિકી પૂનમનો મેળો આ વર્ષે કોરોના મહામારીના કારણે રદ્દ કરવામાં આવ્યો છે.

કારતક સુદ એકમથી પૂનમ સુધીના સૌથી મોટા લોકમેળાનું અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે દર વર્ષે આયોજન થતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જનહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્તિકી પૂનમનો મેળો આ વર્ષે રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે જ તુલસી વિવાહ નિમિત્તે યોજવામાં આવતા તમામ પણ રદ્દ કરવામાં આવ્યા છે.

કાર્તિકી પૂનમના મેળા દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે તકેદારીના ભાગરૂપે મેળાને ઈતિહાસમાં પ્રથમ વખત રદ્દ કરવામાં આવ્યો છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડલાઈન અનુસાર અહી આવતા ભક્તોને મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.

Next Story