Connect Gujarat
ગુજરાત

અરવલ્લી જિલ્લાના ખંબીસર ગામે વરઘોડો કાઢવા બાબતે જુથ અથડામણ: રસ્તાઓ પર યગ્ન કરાયો

અરવલ્લી જિલ્લાના ખંબીસર ગામે વરઘોડો કાઢવા બાબતે જુથ અથડામણ: રસ્તાઓ પર યગ્ન કરાયો
X

અરવલ્લી જિલ્લામાં વરઘોડામાં બે જૂથ સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગામના કેટલાક અસામાજિક તત્વોની ધમકીના કારણે એક દલિત પરિવારે લગ્નમાં વરઘોડો કાઢવા પોલીસ પાસેબંદોબસ્તની માંગણી કરવામાં હતી, જેને લઇને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક પી.આઈ અને ૬ પીએસઆઈ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા ખંભીસર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

પણ વરઘોડો ગામમાં ન ફરી શકે તે માટે ગામના ઠેર ઠેર રસ્તાઓ પર લોકો દ્વારા યગ્ન તેમજ ભજન કિર્તનનું આયોજન કરી દેવાયું હતું, પોલિસની સમજાવટ બાદ પણ લોકો ટસના મસ ન થયાં, જેને લઇને કેટલીક જગ્યાએ વરઘોડો પાછો લઇ જવાની ફરજ પડી હતી, પણ જ્યારે વરઘોડો ગામના જાહેર માર્ગ પર પહોંચ્યો ત્યાં પણ ભજન કિર્તનનું આયોજન કરાયું હતું,, અને કોઇપણ વ્યક્તિ રસ્તો ખાલી કરવા તૈયાર નહોતી, પોલિસે આ તમામ લોકોને સમજાવવાના અથાગ પ્રયાસો કર્યો હતો,, પણ કોઇ સમજવા તૈયાર નહોય તેવું લાગી રહ્યું હતું.

જોકે અચાનક વાતાવરણ ગરમાયું અને કેટલાક લોકોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. પરિસ્થિતિને કાબૂ કરવા માટે પોલિસે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર મામલે કેટલાક લોકોએ પોલિસની જીપ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેને કારણે સરકારી વાહનને નુકસાન થયું હતું,, આ સમગ્ર મામલે કેટલાક પોલિસકર્મીઓને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇને જિલ્લા પોલિસ વડા સહિત તમામ કાફલો ગામમાં ખડકી દેવાયો હતો. આ સાથે જ સાબરકાંઠા જિલ્લાના પોલિસ વડા અને અન્ય પોલિસ કર્મીઓ પણ ગામમાં દોડી આવ્યા હતા. હાલ સમગ્ર ગામ પોલિસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

Next Story