/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-14.jpg)
અરવલ્લી જિલ્લામાં રાજ્યકક્ષાના રક્તદન દિવસની ઉજવણી અંતર્ગત મોડાસાના ટાઉન હૉલ ખાતે સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યાં રક્તદાતાઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહી રક્ત એકત્રિત કરતી સંસ્થા તેમજ સામાજિક આગેવાનોની કામગીરીને બિરદાવામાં આવી હતી.
ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન તેમજ રામાણી બ્લડ બેંકના સહયોગથી લાયન્સ ક્લબ દ્વારા મોડાસાના ટાઉન હૉલ ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના રક્તદાન સમારોહમાં રાજ્યના શતાયું મતદાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના વતની અને વ્યવસાયે વકીલ એવા સંજય પરાંજપેએ અત્યાર સુધીમાં ૧૬૪ વખત રક્તદાન કરીને સમાજ માટે એક સારો સંદેશ આપ્યો છે. તેમનું માનવું છે કે, રક્તદાન કરવાથી સ્ફૂર્તિ મળે છે અને તેનાથી કોઇ જ આડ અસર થતી નથી. મહત્વનું છે કે, થેલેસેમિયાથી પીડિતા દર્દીઓને દર ત્રણ મહિને રક્તની જરૂરિયાત રહે છે તે માટે આવી સંસ્થાઓ દ્વારા રક્ત એકત્રિત કરીને થેલેસેમિયાગ્રસ્ત લોકોને રક્ત પુરૂ પાડવાનું કાર્ય કરવામાં આવે છે.