/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/pv-sindhu-7592.jpg)
બેડમિન્ટનમાં એશિયાડમાં 56 વર્ષના ઈતિહાસમાં ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની
ભારતીય શટલર પીવી સિંધુએ 18મી એશિયાડ ગેમમાં સોમવારે બેડમિંટનની સેમીફાઈનલમાં જાપાનની અકાને યામાગુચીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એશિયાડમાં બેડમિંટનના 56 વર્ષના ઈતિહાસમાં ફાઈનલમાં પહોંચનારી પી.વી.સિંધુ પહેલી ભારતીય ખેલાડી બની છે. ઉલ્લેખનીય છે કે, સાઈના નહેવાલ બેડમિંટન સમીફાઈનલ હારીને બ્રોન્ઝ જીતી છે.
એથલેટિક્સના જેવલિન થ્રોમાં નીરજ ચોપડા પર બધાની નજર રહેશે. નીરજે કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમની સાથે આજે શિવપાલ સિંહ પણ રમશે. પુરુષ હાઈ જંપમાં ભારતના ચેતન બાળસુબ્રમન્યા ગોલ્ડ મેડલ જીતવા રમશે. હાઈ જંપની મહિલા કેટેગરીમાં નીના વર્કીલ અને નયના જેમ્સ મેદાનમાં ઉતરશે. મહિલા 400 મીટર હર્ડલમાં જૌના મુર્મ અને અનુ રાઘવન ગોલ્ડ મેડલ માટે રમશે. જ્યારે મહિલા 3000 સ્ટીપલચેજમાં સુધા સિંહ રમશે. આ જ ઈવેન્ટમાં પુરુષ કેટેગરીમાં શંકરલાલ સ્વામી પણ રમશે.
સાઈના નેહવાલે એશિયાડ સિંગલ સ્પર્ધામાં પહેલીવાર મેડલ મેળવ્યો છે. સાઈના એશિયાડ ગેમ્સમાં બેડમિંટનમાં 56 વર્ષના ઈતિહાસમાં સીંગલ સ્પર્ધામાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા છે. સાઈનાએ 2014માં ઈંચિયોન એશિયાઈ ખેલમાં મહિલા ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાઈના અને તાઈ જૂ યુંગ વચ્ચે અત્યાર સુધી 17 વાર મુકાબલો થયો છે. તેમાં સાઈના 5 વાર અને યુંગ 12 વાર જીતવામાં સફળ થઈ છે. સાઈના નવેમ્બર 2014 પછીથી યુંગ સામે કોઈ મેચ જીતી શકી નથી.