રાજકોટ ઓટોરિક્ષા ચાલકે કેશલેસ સુવિધા શરુ કરી

મુસાફરો રોકડથી નહિ પરંતુ પેટીએમ થી ચુકવે છે ભાડુ
દેશના ચલણમાંથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો નાબુદ કાર્ય બાદ છુટ્ટા રૂપિયા માટે ભારે માથાકુટ થઇ રહી છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ દુવિધાને સુવિધામાં પરિણમવા માટે કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે, અને લોકો પણ તેનો સહજ રીતે સ્વીકાર કરી રહ્યા છે.
રાજકોટનો એક રિક્ષા ચાલક પણ ભારત સરકારની કાળુ નાણું અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સહયોગ આપી રહ્યો છે, અને પેટીએમની સુવિધા અપનાવીને મુસાફરો પાસેથી ભાડુ રોકડે થી નહિ પરંતુ પેટીએમના માધ્યમ થી વસુલ કરી રહ્યો છે.
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે ખોડિયાર નગરમાં રહેતા ઇલ્યાસભાઈ કલાડિયા પાસે આધુનિક રિક્ષા છે જેને ખરેખર કેશલેસ રિક્ષા કહી શકાય, ઇલ્યાસભાઈ રિક્ષામાં પેટીએમ, એલસીડી ટીવી અને ફ્રી વાઇફાઇની સુવિધા છે. પુરા દેશમાં નોટબંધીની સમસ્યા છે ત્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને અપનાવવા માટે આગ્રહ રાખવામાં આવે છે, તો રાજકોટના રિક્ષાવાળા ઇલ્યાસભાઈએ પોતાની રિક્ષામાં પેટીએમની સુવિધા પુરી પાડી કેશલેસ ટ્રાન્ઝેક્શનને બખુબી અપનાવી લીધુ છે.
કેશલેસ વ્યવહારની સુવિધાનો લોકો પણ હોંશેહોંશે ઉપયોગ કરી રહ્યા છે, મુસાફરોનું કહેવુ છે કે અત્યારે કોઈ પણ જગ્યાએ નોટબંધીની સમસ્યા નડે છે રિક્ષામાં પરિવહન માટે તો ફરજીયાત પણે ચલણી નોટ થી ભાડુ ચૂકવવુ પડે છે પરંતુ ઇલ્યાસભાઈની રિક્ષામાં પેટીએમની સુવિધા હોવાને કારણે નોટબંધીની સમસ્યા નડતી નથી કારણ કે કેશલેસ ટ્રાન્ઝેક્શનથી રિક્ષાનું ભાડુ ચૂકવી શકાય છે.
ઇલ્યાસભાઈ ઓલા - કેબ સંસ્થા સાથે પણ જોડાયેલા છે જેથી તેમની રિક્ષામાં મુસાફરી કરનાર મુસાફર ઇલ્યાસભાઈનો સંપૂર્ણ બાયોડેટા જાણી શકે છે.