Connect Gujarat
Featured

બાલાજી વેફર્સ કંપનીએ કોરોના સામેની લડાઇમાં આપ્યું 1 કરોડનું દાન

બાલાજી વેફર્સ કંપનીએ કોરોના સામેની લડાઇમાં આપ્યું 1 કરોડનું દાન
X

દુનિયાભરમાં કોરોના નામના વાયરસથી માઠી અસર પહોંચી છે. તો આ બાજુ ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી ચૂકી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશભરના લોકો કોઈ પણ રૂપે ભારત સરકારને મદદ પહોંચાડી રહ્યા છે તેમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ સેલેબ્રિટી મદદ માટે આગળ આવી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં ગુજરાતનાં રાજકોટ શહેરમાં આવેલ બાલાજી વેફર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે.

રાજકોટ સહિત દેશભરમાં નમકીન ક્ષેત્રે નામના ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા કોરોના સામેની લડાઇમાં 1 કરોડનું દાન આપ્યું છે. જેમા મુખ્યમંત્રી રાહત ફંડમાં75 લાખ અને પ્રધાનમંત્રી કેર ફંડમાં 25 લાખ રૂપિયા આપ્યા છે. કંપનીના ભીખુભાઇ વીરાણી અને પ્રણય વિરાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનને ચેક અર્પણ કર્યો હતો.

Next Story