બનાસકાંઠા: ધાનેરામાં નશામાં ધૂત મહિલાએ કરી જોવા જેવી...!

New Update
બનાસકાંઠા: ધાનેરામાં નશામાં ધૂત મહિલાએ કરી જોવા જેવી...!

દારૂ ને લઈ અનેક પરિવાર બરબાદ થઈ રહ્યા છે અને અનેક યુવાધન દારૂ ના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યા છે.આટલા દિવસ તો માત્ર યુવાનો અને પુરૂષોજ દારૂ પિતા હતા. પરંતુ હવે તો ગુજરાત માં મહિલાઓ પણ દારૂ ના રવાડે ચડી રહી છે.

વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની.ધાનેરા ગુજરાત રાજેસ્થાન સરહદ ઉપર આવેલો તાલુકો .છે એક બાજુ પોલીસ અને તંત્ર દારૂ બંધીની મોટી મોટી બડાસ મારી રહ્યા છે. ત્યારે ધાનેરામાં દારૂડિયાના ત્રાસ થી લોકોનું જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. ધાનેરાના જાહેર સ્થળો ઉપર દારૂડિયા દારૂ પીને તમાશો મચાવે છે. ધાનેરાના એક રહેણાંક વિસ્તારમાં મહિલાએ દારૂ પીને તમાશો મચાવ્યો હતો. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ મહિલા કલાકો સુધી આમજ નાટક કર્યા હતા ત્યારે આજુ બાજુ ઉભેલા લોકોએ મહિલાનો તમામ કરતૂતો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા સાથે સાથે તંત્ર સામે ફિટકાર પણ વરસાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ની કામગીરી થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લા વાસીઓ ખુશ છે પરંતુ કેટલીક જગ્યા ઉપર આજે પણ દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકો પણ જણાવી રહ્યા છે કે ધાનેરા માં ચારેય બાજુ દારૂ નું વેચાણ થઈ રહ્યું છે તો શું પોલીસ આ બાબત થઈ અજાણ છે તે એક મોટો સવાલ છે ત્યારે લોકો કહી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા એક દિવસ ધાનેરા ની ઓચિંતી મુલાકાત લે તો તમામ હકીકત સામે આવે.ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગાંધી નું ગુજરાત ક્યારે દારૂ મુક્ત બને છે.

Latest Stories