બનાસકાંઠાના પાલનપુરમાં બાળકની ઝખનાં માટે બાળકનું કર્યું અપહરણ

New Update
બનાસકાંઠાના પાલનપુરમાં બાળકની ઝખનાં માટે બાળકનું કર્યું અપહરણ

એક મહિલાએ બાળકની ઝંખના માટે કર્યું બાળકનું અપહરણ. પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે ગઈકાલે એક બાળકીના અપહરણની ઘટના સામે આવતા જ પોલીસ સક્રિય બની હતી. તાત્કાલિક છ જેટલી ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરતા બાળકીનું અપહરણ કરનાર મહિલાને પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી છે.

વાત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની કે જ્યાં એક દોઢ માસની બાળકીનું અપહરણ કરી તેને લઈ એક મહિલા ફરાર થઈ ગઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પાસે થી બાળકીનું અપહરણ થતાં જ પોલીસ સક્રિય બની હતી. SP ની સૂચના થી તાત્કાલિક પોલીસની ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથધરી હતી. પોલીસે શહેરમાં લગાવેલા CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયાના માધ્યમ થી બાળકી સુધી પોલીસ પોહચી હતી. બાળકી હેમખેમ મળી આવતા બાળકીના સ્વજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

આ સમગ્ર ગુનાની વાત કરવામાં આવે તો સીમા મેમણ નામની મહિલા મૂળ ઈડર ની વતની છે. આ મહિલા ના લગ્ન પાલનપુર ખાતે થયા હતા. સીમા નો પતિ માનસિક રીતે સ્વસ્થ નથી. અગાઉ સીમાના લગ્ન થયા હતા પરંતુ તેના ત્યાં બાળક ન થતા છૂટાછેડા થયા હતા. જ્યારે પાલનપુર ખાતે બીજા લગ્નને પણ ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં તેને બાળક ન હતું. આથી સીમા મેમણ દ્વારા પેટ પર તકિયું બાંધી પોતે ગર્ભવતી છે તેવો ડોળ રચ્યો હતો. જે બાદ આ મહિલાએ બાળકી નું અપહરણ કરી તેને ફોટો પાડી તેના સ્વજનો ને મોકલ્યા હતા. જે મામલે પોલીસે તપાસ કરતા સમગ્ર અપહરણનો પર્દાફાશ થયો હતો.

સીમા મેમેણ પોતાના વિસ્તારમાં સરકાર ની યોજનાનો લાભ મળશે તેમ કહી વિસ્તારમાં રેકી કરતા હતા. જે મહિલાને બાળક જન્મે તેને સરકારી સહાય મળશે તેવી બાબતો કહી નવા જન્મેલા બાળકોને લઈ મામલતદાર કચેરીએ સરકારી સહાય મળશે તેમ કહી લઈ આવતી હતી. મહેરૂનબેન શેખની દોઢ માસની દીકરી ને સરકારી સહાય મળશે તેમ કહી મામલતદાર કચેરી લઈ આવ્યા હતા. જે બાદ તમે ઝેરોક્ષ કરાવી આપો હું તમારી બાળકીને રાખીશ તેમ કહી તેઓ ઝેરોક્ષ કરાવવા જતા બાળકી ને લઈ ફરાર થઈ ગયા હતા.

પોતાની કૂખે સંતાન ન થતાં આરોપી સીમા મેમણ દ્વારા લોકોને ભ્રમિત કર્યા. જ્યારે તે બાદ બાળક માટે તેમને બાળકીનું અપહરણ પણ કર્યું. અત્યારે સીમા પોલીસ લોક અપ માં છે. પરંતુ સવાલ એ છે કે આજે પણ સમાજમાં નિઃસંતાન જીવન જીવવું અઘરૂ છે જેથી મહિલાએ પોતાને બાળકો ન થતાં બાળકીનું અપહરણ કરવું પડ્યું.

Latest Stories