બનાસકાંઠા: અમીરગઢમાં ATM પાસવર્ડ વગર મહિલાના બેન્ક ખાતા માંથી પેસા ઉપડી ગયા

New Update
બનાસકાંઠા: અમીરગઢમાં ATM પાસવર્ડ વગર મહિલાના બેન્ક ખાતા માંથી પેસા ઉપડી ગયા

બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્ય ભરમાં બેંક માંથી બોલું છું એમ કહી ATMનો પાસવડ જાણી લઇ ખાતા માંથી અવાર નવાર નાણાં ઉપાડી લેવાની ઘટનાઓ નોંધાતી હતી.

પરંતુ અમીરગઢ માં મહિલાના ખાતા માંથી ATM ચોરાયાં વગર કે પાસવર્ડ પણ કોઈની સાથે શેર ન કરેલ હોવા છતાં કોઈ ખાતા માંથી મૃણાલિબેન નાઈના ખાતા માંથી ૨૦-૨૦ હજાર એમ ૪૦ હજાર ૨૭ ફેબ્રુઆરીના રોજ અને ૨૦-૨૦ હજાર એમ ૪૦ હજાર ૨૮ ફેબ્રુઆરીના એમ ટોટલ ૮૦ હજાર તેમના બેન્ક ખાતા માંથી ઉપડી ગયા હોવાનો મેસેજ તેમને મોબાઈલ પર આવતા તેઓ તત કાલીન SBI બેન્ક ખાતે દોડી આવ્યા હતા. ત્યારે બાદ તેમણે પાલનપુર પોલીસ સ્ટેશનમાં દોડી પચોચ્યા હતા.પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તેમની ફરિયાદ આધારે અજાણ્યાં શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories