Connect Gujarat
Featured

1 એપ્રિલ એટલે કે કાલથી બેંક સંબંધિત આ મહત્વના નિયમો બદલાશે; તમારા ખિસ્સા પર થશે સીધી અસર

1 એપ્રિલ એટલે કે કાલથી બેંક સંબંધિત આ મહત્વના નિયમો બદલાશે; તમારા ખિસ્સા પર થશે સીધી અસર
X

વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2020-21નો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે એટલે કે, આગામી નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆતથી બેંક સંબંધિત ઘણા નિયમો બદલાશે અને આ નિયમો બદલવાથી તમારી ખિસ્સા પર પણ સીધી અસર પડશે. પાનકાર્ડ, ઇપીએફ અને જૂની ચેક બુક અંગે ગઈકાલથી નિયમો બદલાયા છે. ઉપરાંત જો તમે 1 એપ્રિલથી વિમાનમાં મુસાફરી કરો તો તમારા ખિસ્સું વધારે ઢીલું કરવું પડશે. આવતીકાલથી સ્ટીલના ભાવમાં પણ વધારો થશે. જાણો શું પરિવર્તન થવાનું છે.

પાનકાર્ડ- જો તમે આજે તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરો તો આવતીકાલથી તમારો પાન રદ થઈ જશે, દંડ પણ થશે. ભારત સરકારે અગાઉ આધાર અને પાનકાર્ડને લિંક ન કરવા માટે એક હજાર રૂપિયા મોડી ફી નક્કી કરી હતી. તે જ સમયે નવી કલમ 234H (ફાઇનાન્સ બિલ) અનુસાર, જો આ બંને દસ્તાવેજો જોડાયેલા નથી, તો 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ મોડું ફી નિષ્ક્રિય પાનકાર્ડ ધરાવતાં દંડથી અલગ હશે.

ચેકબુક- દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, ઓરોએન્ટલ બેંક ઑફ કોમર્સ, આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંક આવતી કાલથી જૂની ચેકબુક સ્વીકારશે નહીં. આ તમામ બેંકો મર્જ થઈ ગઈ છે. આ બેન્કોએ તેમના ગ્રાહકોને નવી ચેકબુક જારી કરી છે. જો કે, સિન્ડિકેટ બેંકની ચેકબુક 30 જૂન સુધી માન્ય રહેશે.

ઇન્કમ ટેક્ષ રિટર્ન- નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2021ના બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરી હતી. જે મુજબ 1 એપ્રિલથી 75 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુક્તિ મળશે.

ટીડીએસ- 1 એપ્રિલથી નોન સેલેરીડ વર્ગના લોકો જેમ કે ફ્રીલાન્સર્સ, તકનીકી સહાયકોએ વધુ ટેક્સ ભરવો પડી શકે છે. અત્યારે આ લોકોની કમાણીમાંથી 7.5% ટીડીએસ કાપવામાં આવી રહ્યો છે, જે હવે 10 ટકા થશે. બીજી તરફ, જે લોકો આવકની કલમ 206 બી હેઠળ રિટર્ન ફાઇલ નહીં કરે, તેમને 1 એપ્રિલ પછી ડબલ ટીડીએસ ચૂકવવો પડી શકે છે.

ઇપીએફ- આવકવેરા વિભાગની નવી જોગવાઈ મુજબ પહેલી એપ્રિલથી પીએફમાં અઢી લાખથી વધુની થાપણ પર મળેલા વ્યાજ પર ટેક્સ વસૂલવામાં આવશે. મોટી વાત એ છે કે, દર મહિને બે લાખ રૂપિયાથી વધુ પગાર મેળવનારા લોકો પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે.

Next Story