Connect Gujarat
ગુજરાત

ભરૂચ: રોડ રોમિયોને પાઠ ભણાવતી ૧૮૧ મહિલા હેલ્પ લાઇની ટીમ

ભરૂચ: રોડ રોમિયોને પાઠ ભણાવતી ૧૮૧ મહિલા હેલ્પ લાઇની ટીમ
X

૧૫ દિવસથી કોલેજ જતી યુવતીને હેરાન કરતો હતો રોમીયો, યુવતીએ ૧૮૧ને કોલ કરી મદદ માંગી

ભરૂચ શહેરમાં આવેલી વિવિધ કોલેજો અને શાળાઓ આવેલી છે. ત્યારે સવારનાં સમયે કોલેજ જતી આવતી યુવતીઓની છેડતી કરીને હેરાન કરતા રોમીયોને બરાબરનો પાઠ ભણાવવાનો કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતાં રોમિયોને હેલ્પલાઈનની ટીમ દ્વારા પાઠ ભણાવાતાં કોલેજીયન યુવતીઓ નિર્ભય બની ખુશી અનુભવી રહી છે.

ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી દિવ્યાએ(નામ બદલ્યું છે.)૧૮૧ને કોલ કરી મદદ માંગતા જણાવ્યું કે, એક છોકરો મને છેલ્લા ૧૫ દિવસથી હેરાન કરે છે. દિવ્યાએ વધુમાં જણાવ્યું કે તે ઝઘડીયા નજીકના ગામડેથી અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. આ યુવક છેલ્લા ૧૫ દિવસથી દિવ્યાને આવતી જોઇ અશ્લીલ ઇશારા કરે છે. જેને દિવ્યાએ નજર અંદાજ કરતા યુવકે તેનો હાથ પકડી છેડતી કરવા પ્રયાસ પણ કર્યા હતા.વારંવાર આમ ન કરવા કહેવા છતાં પણ યુવકની હિંમત વધવા માંડી હતી. જેથી મદદ માટે દિવ્યાએ ભરૂચ ૧૮૧ને કોલ કરી પોતાની આપવિતી ૧૮૧ ટીમને જણાવી હતી. કોલ મળતાં જ તેની મદદ અને સમાજમાં દાખલો બેસે તે માટે ૧૮૧ની ટીમ તુરંત જ તેની મદદે પહોંચી હતી.

ભરૂચ ૧૮૧ની ટીમના કાઉન્સીલર અનીતા પરમાર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દેવીબેન વસાવાએ દિવ્યાને હેરાન કરનાર યુવકને પકડી પાડી કડક પુછપરછ હાથ ધરી તેને પોલીસ મથકે લઈ જવા કહેતાં જ યુવક રડી પડ્યો હતો અને આજીજી કરી હવે કોઇ દિવસ આવું નહિં કરે, દિવ્યાને કોઇ દિવસ નહી હેરાન કરે નું માફી નામુ પણ લખી આપવા સાથે દિવ્યા અને ૧૦૮ ટીમની માફી માંગી હતી. ત્યાર બાદ પણ ૧૮૧ ટીમે તેના ઉપર વોચ રાખી દિવ્યાજ નહીં પણ કોલેજ આવતી તમામ યુવતીઓને તેઓ સલામત છે નો સંદેશો આપ્યો હતો. જેથી દિવ્યા સહિતના તેના મિત્ર વર્તુળે ૧૮૧ ટીમ ભરૂચનો ખરા સ્મયે હિંમત આપી મદદ કરી રોમિયોને પાઠ ભણાવવા બદલ આભાર માન્યો હતો.

Next Story