/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/30183307/CG_bhu_narmada-ma-yuvako-dubya.jpg)
ભરૂચના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નહાવા ગયેલા 3 યુવાનો તણાયા હતા જે પૈકી 1 યુવાનનો બચાવ થયો હતો. યુવાનો અંકલેશ્વરના નવા કાંસિયા ગામના હોવાનું બહાર આવ્યું છે
અંકલેશ્વરના નવા કાંસિયા ગામના રિતેશ વસાવા, કલ્પેશ વસાવા અને સુરેશ વસાવા કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. જેમાં ત્રણે નર્મદાના પ્રવાહમાં તણાતાં બુમાબુમ કરી હતી. નર્મદા કિનારે હાજર અન્ય લોકોએ બુમાબુમ સાંભળી તેમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં રિતેશ વાસવાનો બચાવ થયો હતો. જ્યારે કલ્પેશ વસાવા અને સુરેશ વસાવા તેમની નજર સામે જ નર્મદાના પ્રવાહમાં ગરક થઈ ગયા હતા. ફાયર વિભાગ અને તરવૈયાઓએ શોધખોળ કરતા કલ્પેશ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અન્ય યુવાનની શોધખોળ કરવામાં આવી હતી.