Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં રંગપ્લેટીનીયમ બંગલોમાં ત્રણ મકાનોમાં ચોરી!

ભરૂચમાં રંગપ્લેટીનીયમ બંગલોમાં ત્રણ મકાનોમાં ચોરી!
X

સોસાયટીના રહીશો દ્વારા એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની ચાલતી તજવીજ

ભરૂચના દહેજ બાયપાસ રોડ આવેલ રંગ પ્લેટીનીયમ બંગલોમાં તસ્કરોએ ૩ મકાનને નિશાન બનાવી હજારોના મુદ્દામાલની ચોરી કરી હતી. સોસાયટીના રહીશો દ્વારા ચોરીની એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ રંગ પ્લેટીનીય બંગલોઝ કો.ઓ.હા.ઉ.સ.લી ઉમરાજ ખાતે આવેલ બંગલા નંબર ૧૦,૧૨, અને ૨૫માં ગત મોડી રાત્રિના તસ્કરોએ તાળા તોડી તરખાટ મચાવ્યો હતો. આ ઘટનાની જાણ સવારે સોસાયટીના રહીશોને થતા રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જાણવા મળતી માહિતિ અનુસાર તસ્કરોએ બંગલા નંબર ૨૫માંથી ૧૭૦૦૦ રૂપિયા રોકડા અને ૧૭૦૦૦ રૂપિયાની ચાંદીની વસ્તુઓ ચોરી કરી પલાયન થયા હતાં. તેમજ સોસાયટીના મકાન નંબર ૧૦ અને ૧૨ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરંતુ આ લખાય છે ત્યાં સુધી મકાન ૧૦ અને ૧૨માં કેટલી ચોરી થઈ છે તે અંગે જાણી શકાયું નથી. સોસાયટીના રહીશો દ્વારા એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Next Story