ભરૂચના વાગરા વન વિભાગ દ્ધારા ૭૩માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાગરા ધારાસભ્ય સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં જોડાયા હતા ભરૂચના વાગરા વન વિભાગ દ્ધારા તાલુકા કક્ષાના ૭૩માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.વાગરા એમ.એમ. પટેલ હાઈસ્કૂલમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી,કારોબારી અધ્યક્ષ સંજયસિંહ ચાવડા,હરેશ પટેલ સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય અરુણસિંહ રણાએ વૃક્ષા રોપણ કર્યું હતુ અને ઉપસ્થિત લોકોને પર્યાવરણની સમતુલા જાળવવા વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
ભરૂચ: વાગરા તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ ઉજવાયો,ધારાસભ્ય અરૂણસિંહ રણા રહ્યા ઉપસ્થિત
તાલુકા કક્ષાના ૭૩માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.વાગરા એમ.એમ. પટેલ હાઈસ્કૂલમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170