ભરૂચ : નેત્રંગ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ખેડુતોને અપાયો યોજનાઓનો લાભ

New Update
ભરૂચ : નેત્રંગ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ખેડુતોને અપાયો યોજનાઓનો લાભ

દેશના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની જન્મજયંતીની ઉજવણી કેન્દ્ર-રાજ્ય સરકાર સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે નેત્રંગના  સ્વામીનારાયણ મંદિરના ભવનમાં કિશાન કલ્યાણ કાર્યક્ર્મ આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image

રાજ્યના મુખ્યમંત્રી વિજય  રૂપાણ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે નેત્રંગ તાલુકાના લોકોને ખેતીવાડીને લગતી યોજનાઓ,જિલ્લા ઉદ્યોગની યોજના અને સમાજ કલ્યાણ યોજના સહિત ખાતાકીય કચેરીઓ તરફથી વિવિધ યોજનના  લાભ તાલુકાના ખેડુતોને મળ્યો હતો. પ્રાકૃતિક કૃષી પદ્ધતિ ખેતી યોજના,ગુજરાત સરકારનો છાયડો,કિશાન પરિવહન,પ્રાકૃતિક પરિવહન યોજના,મુખ્ય મંત્રી પાક સગ્રહ, ફરતું દવાખાનું વગેરે યોજના અંતર્ગત લાભ ખેડુતોને આપ્યા હતા,જે દરમ્યાન નાયબ કલેક્ટર બ્રિજેશ પટેલ,વાલીયા એપીએમસી વા.ચેરમેન હાદિૅકસિંહ વાંસદીયા, નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા,ભાજપ પ્રમુખ  માનસિંગ વસાવા,ચાસવડ સરપંચ મનસુખ વસાવા સહિત મોટી સંખ્યામાં ખેડુતો જોડાયા હતા.

Read the Next Article

રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

New Update
yellq

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.

Latest Stories