ભરૂચ : અંકલેશ્વરના રંગોલી માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

New Update
ભરૂચ : અંકલેશ્વરના રંગોલી માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહયો છે. અંકલેશ્વરના રંગોલી માર્કેટમાં આવેલાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીઓમાં આવેલી કંપનીઓના કારણે અંકલેશ્વરમાં સક્રેપનો ધંધો પણ ફુલ્યો ફાલ્યો છે. ગોડાઉનોમાં ફાયર સેફટીના પુરતા પગલાં ભરાતાં નહિ હોવાના કારણે આગ લાગવાના બનાવો વધી રહયાં હોવાની ફરિયાદો ઉઠી છે. બે દિવસ પહેલા ગોડાઉનમાં લાગેલી આગ બાદ તંત્ર કોઇ કાર્યવાહી કરે તે પહેલાં રંગોલી માર્કેટમાં આવેલું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. ગોડાઉનમાં પ્લાસ્ટિકના ડ્રમ અને વેસ્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં હતાં.  ફાયરબ્રિગ્રેડની ટીમ છ જેટલા લાયબંબાઓ સાથે સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં જાનહાનિના કોઇ અહેવાલ સાંપડયાં નથી….

Latest Stories