ભરૂચ : કતોપોર બજારમાં સમસ્યાઓની ભરમાર, વેપારીઓ પહોંચ્યા પાલિકા કચેરીએ

New Update
ભરૂચ : કતોપોર બજારમાં સમસ્યાઓની ભરમાર, વેપારીઓ પહોંચ્યા પાલિકા કચેરીએ

ભરૂચ શહેરના કતોપોર બજાર, ગાંધીબજાર અને ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓના સંદર્ભમાં વેપારીઓ મંગળવારે પાલિકા કચેરીએ રજુઆત માટે પહોંચ્યાં હતાં.

ભરૂચ શહેરના કતોપોર બજાર, ચાર રસ્તા અને ગાંધી બજારમાં સેંકડોની સંખ્યામાં દુકાનો આવેલી છે અને રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોય છે પણ આ વિસ્તારમાં માળખાકીય સુવિધાના અભાવે લોકો હાલાકી વેઠી રહયાં છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદના કારણે ખુલ્લી ગટરો ઉભરાય જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. આ ઉપરાંત ચાર રસ્તાથી ગાંધી બજાર સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે. ચોમાસામાં આ વિસ્તારમાં વાહનો ગટરોમાં ખાબકવાના બનાવો બની રહયાં છે.  મંગળવારે વેપારીઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યાં હતાં અને પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી.

Latest Stories