ભરૂચ : અંકલેશ્વર ખાતે રાજ્યના સહકારમંત્રીની અધ્યક્ષતામાં સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ : અંકલેશ્વર ખાતે રાજ્યના સહકારમંત્રીની અધ્યક્ષતામાં સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા મથકે અંકલેશ્વર GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે મુશ્‍કેલીના સમયે ખેડૂતોની પડખે ઊભી રહી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરી ‘ખેડૂત એ જગતનો તાત છે’ એ કહેવતને સાર્થક બનાવી છે. રાજ્યના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વેબકાસ્‍ટિંગના માધ્‍યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી, ત્યારે અંકલેશ્વર GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષતામાં લાભાર્થીઓને સાત પગલા ખેડૂત કલ્‍યાણનાની શરૂઆત કરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ભરૂચ જિલ્લા સહિત તાલુકાના લાભાર્થીઓને પરિવહન વાહનો અને ખેડૂતોને પાક સ્‍ટ્રકચરના લાભો એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories