ભરૂચ : તુલસીધામ વિસ્તારમાં ઉભેલો યુવાન અચાનક ફસડાય પડયો, જુઓ કેમ ?

New Update
ભરૂચ : તુલસીધામ વિસ્તારમાં ઉભેલો યુવાન અચાનક ફસડાય પડયો, જુઓ કેમ ?

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે શહેરના તુલસીધામ વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટનાએ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધાં હતાં. રસ્તા પર ઉભેલો યુવાન અચાનક ઢળી પડયો હતો અને  વિચિત્ર હરકતો કરવા લાગ્યો હતો. 

ભરૂચ જિલ્લામાં રોજના સરેરાશ 25 કરતાં વધારે કોરોનાના કેસ સામે આવી રહયાં છે. ચારે તરફ કોરોના વાયરસના કારણે લોકોમાં ફફફાટ ફેલાયો છે. આવામાં ભરૂચમાં બનેલી એક ઘટનાએ લોકોમાં ભય ફેલાવી દીધો હતો. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં એક યુવાન ખભા પર બેગ લટકાવી ઉભો હતો. તેના કપડા ઉપરથી તે કોઇ કંપનીનો કર્મચારીઓ હોય તેમ લાગી રહયું હતું. બસની રાહ જોઇને ઉભેલો યુવાન અચાનક ચકકર ખાઇને રસ્તા પર પડી ગયો હતો અને વિચિત્ર હરકતો કરવા લાગ્યો હતો. સ્થાનિક રહીશોને યુવાનને કોરોના થઇ ગયું હોય તેમ લાગતાં 108 એમ્બયુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે યુવાનની તપાસ કરતાં પ્રાથમિક તબકકે તે નશામાં હોવાનું જણાયું હતું પરંતુ હાલ તો યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવાયો છે.

Latest Stories