Connect Gujarat
Featured

ભરૂચ : જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનાર બાઇક સવારની ધરપકડ

ભરૂચ : જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનાર બાઇક સવારની ધરપકડ
X

ભરૂચમાં બાઇક પર એક સાથે ચાર બાળકોને બેસાડી સ્ટંટ કરનારા યુવાનની આખરે પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયાં બાદ પોલીસે તેની શોધખોળ આદરી તેને સુથિયાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

ભરૂચમાં સ્ટેશન રોડ પર એક બાઈક સવાર ચાર બાળકોને બેસાડી સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતી બાઈકના નંબર પ્લેટના આધારે બાઈક સવારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ બાઇક સવાર શહેરના સુથિયાપુરા વિસ્તારમાં રહેતો હોવાની વિગતો પોલીસને મળી હતી.

પોલીસે સુથિયાપુરા વિસ્તારમાં તપાસ કરી હતી દરમિયાન યુવાને પકડાઇ જવાની બીકે બાઇકને સંતાડી દીધી હતી. પોલીસે યુવાનના ઘરે છાપો મારી તેને ઝડપી પાડયો હતો. તે નશાની હાલતમાં હોવાથી તેની સામે પ્રોહીબીશનનો પણ ગુનો દાખલ કરાયો છે.

Next Story