-
ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
-
પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ
-
ન્યાય અપાવવા માંગ કરવામાં આવી
-
વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ
ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે
