Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આલ્ફા સોસાયટી ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયા ગરબા

ભરૂચ : આલ્ફા સોસાયટી ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયા ગરબા
X

દિવ્યાંગ બાળકોને અપાયું ધોતી-કુર્તા તેમજ ચણીયા ચોળીનું દાન

સમગ્ર ગુજરાત જયારે માં આદ્યશક્તિની આરાધનામાં મગ્ન બની ઝુમી રહ્યું છે ત્યારે ભરૂચની આલ્ફા સોસાયટી પટાંગણમાં દિવ્યાંગ બાળકોને ખાસ યાદ કરી તેમન માટે ગરબાનું આયોજન કરી તેમને આમંત્રીત કરાયા હતા.

માં શક્તિ નવરાત્રી મહોત્સવ સમિતી સોસાયટીના પટાંગણમાં ચાલતા આદ્યશક્તિ અંબિકાની આરાધના અને ઉપાસનાના ભાગ રૂપે કરાયેલા નવલા નોરતાંમાં પણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ જળવાઇ રહે તે મુજબ ઉજવવા સમાજના અબાલ,વૃદ્ધ તેમજ યુવાધન ગરબે રમી આનંદોલ્લાસ થી પરવને ઉજવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખસ ભરૂચના ત્રાલસા ગામ સ્થીત અસ્મિતિઆ વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને ગરબા રમવાનો લ્હાવો મળે તે હેતુસર તેમને આમંત્રીત કરાયા હતા.

માં શક્તિ નવરાત્રી મહોત્સવ સ્મિતિ ના સહયોગથી સમાજમાં દિવ્યાંગ બાળકો પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઇ અને આનંદ સાથે ગરબે ધૂમી શકે તેવું આયોજન કરાયું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બાળકોને ચણિયાચોળી તથા ધોતી-કૂર્તાનું દાન પણ અપાયું હતું. દિવ્યાંગો માટે આયોજીત આ ખાસ ગરબામાં અંતે દિવ્યાંગ બાળ્કોને જય આમોદવાલા તરફથી પાંવભાજી નાસ્તા રૂપે અપાઇ હતી તો ટ્રાવેલના ધંધાર્થી ચિરાગ પટેલ દ્વારા બાળકોને ત્રાલસાથી ભરૂચ અને ભરૂચથી ત્રાલસા ખાતે લાવવા લઈ જવા બસની વ્યવસ્થા ગોઠવી અપાઇ હતી.

Next Story