Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અંકલેશ્વરના ઉમરવાડામાં મારામારીનો વિડીયો વાઇરલ, જુઓ શું છે સમગ્ર ઘટના

ભરૂચ : અંકલેશ્વરના ઉમરવાડામાં મારામારીનો વિડીયો વાઇરલ, જુઓ શું છે સમગ્ર ઘટના
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામનો એક મારામારીનો વીડીયો ખૂબ વાઇરલ થઇ રહયો છે. આ વિડીયોમાં સરપંચ સહિતના લોકો એક વ્યક્તિને માર મારતાં દેખાઇ રહયાં છે. મારામારી સંદર્ભમાં હાલ 4 આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલા વિડીયોની પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના જુનેદ યુસુફ પાંચભાયાએ વર્ષ 2018માં આરટીઆઇ હેઠળ અરજી કરી હતી. આ બાબતની રીસ રાખી ગામના જ સરપંચ ઈમ્તિયાઝ સઈદ માંકરોદે તેના સાગરિતો સાથે મળીને જુનેદ પર હુમલો કર્યો હતો. મારામારી દરમ્યાન અન્ય લોકો આવી જતાં જુનેદને છોડાવીને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બનાવ સંદર્ભમાં ઇજાગ્રસ્ત જુનેદે તાલુકા પોલીસ મથકે સરપંચ ઈમ્તિયાઝ સઈદ માંકરોડ સહીત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story