“સફળતા માટે આહુતિ” : આત્મીય શાળા ખાતે બોર્ડના પરિક્ષાર્થીઓ માટે યોજાયો 16 કુંડી ગાયત્રી યજ્ઞ, વાલીઓ પણ રહ્યા હાજર

0
93

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આત્મીય શાળા ખાતે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ માટે 16 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય તેમજ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી યોજાયેલ યજ્ઞમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી માર્ચ માહિનામાં રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા યોજાશે, ત્યારે SSC અને HSCના તમામ પરિક્ષાર્થીઓ પ્રફુલ્લિત અને સ્‍વસ્‍થ ચિત્તે પરીક્ષા આપે તેવા શુભ આશયથી ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય શાળા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે 16 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાશ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હસ્તે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે આત્મીય શાળા ખાતે યોજાયેલ 16 કુંડી ગાયત્રી યજ્ઞ દરમ્યાન રાજ્યના માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહ, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, આત્મીય શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણ કાછડિયા, શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here