/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/WhatsApp-Image-2019-03-17-at-3.56.08-PM.jpeg)
આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી સંદર્ભે 23-ભરૂચ લોકસભા મત વિસ્તાર એવી સાત વિધાનસભાઓ કરજણ,જંબુસર,વાગરા,ભરૂચ,અંકલેશ્વર,ઝઘડિયા તેમજ ડેડિયાપાડાના કોઈપણ ગામ, તાલુકા, નગરપાલિકા તેમજ શહેરી વિસ્તારમાં કામ કરતા બહુજન મુક્તિ પાર્ટી, ભારત મુક્તિ મોર્ચા, તમામ ઓફશુટ વિંગના સક્રિય કાર્યકરો, પદાધિકારીઓની એક અગત્યની બેઠક BM ભરૂચ જીલ્લા બહુજન મુક્તિ પાર્ટીના પ્રમુખ સૈયદ મોહસીન બાપુનાં નિવાસ સ્થાને આજરોજ તારીખ ૧૭/૦૩/૨૦૧૯ ને રવિવારે મળી હતી.
આ બેઠકમાં તમામ વિધાનસભાનાં પ્રભારીઓ નિમવા, લોકસભાની ચૂંટણીલક્ષી ચર્ચા તથા ગુજરાત રાજ્ય સ્તરીય કાર્યક્રમ અંગે અગત્યની ચર્ચા કરવા કરવામાં આવી હતી. જેમાં સર્વ સંમતિથી ભરૂચ વિધાનસભાનાં પ્રભારી તરીકે મહેન્દ્ર સોલંકી, અંકલેશ્વર વિધાનસભાના પ્રભારી તરીકે હસીબ કડીવાલા, વાગરા વિધાનસભાના પ્રભારી તરીકે સુકાભાઈ વસાવા, ઝઘડિયા વિધાનસભાના પ્રભારી તરીકે કિરણભાઈ વાઘેલા તેમજ જંબુસર વિધાનસભાના પ્રભારી તરીકે સુરેશભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી હતી.