/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/19164949/maxresdefault-231.jpg)
છેલ્લા એક મહિનાથી નગરપાલિકા દ્વારા ગૌ પાલકોની ગાયોને રખડતા ઢોર માની બેઠેલા નગરપાલિકા તેને પકડવા માટેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી સંસ્થાને આપેલ છે, જે પોતાના મનસ્વી વર્તનથી આ કાર્ય કરે છે અને ફક્ત અને ફક્ત દૂધ આપનારી ગયોને જ પકડી પાંજરાપોળ ખાતે મોકલી મસમોટી રકમો ગૌ પલકો પાસેથી એઠવાનું કાર્ય પ્રકાશમાં આવ્યું છે.
જયારે પાંજરાપોળ એ ટ્રસ્ટ દ્વારા ચાલતી એક સંસ્થા હોવાથી તેમાં પણ ગેર નીતિ
ચાલતી હોય તેવું માલુમ પડેલ છે. ભરવાડ
યુવા સંગઠન ગુજરાત પ્રદેશનાં કારોબારી સભ્ય અને સમસ્ત માલધારી સમાજ દ્વારા ભરૂચ
કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનમાં ઉલ્લેખાયા મુજબ તેમના સમાજની આ માંગ છે કે આ
પ્રકારનું તંત્ર જે ચાલી રહ્યું છે તે તદ્દન નિંદનીય છે અને પૈસા કમાવાનું આ એક
સાધન ઉભું કરાયેલ છે. તે અમારો સમાજ સાંખી લે નહીં. કારણ કે અમારી આજીવિકાનું
સાધનએ ગૌવંશ છે અને એના આધારે અમે અમારું જીવન વ્યતીત કરીએ છીએ ગામડાઓ શહેરમાં નથી
આવ્યા પણ શહેર ગામડાઓની અંદર જતું રહેલ છે માટે અમારી ગૌચરની જગ્યાઓ અપૂરતી હોવાથી
જ્યાં ઘાસચારો હોય ત્યાં અમારા ગૌવંશ અમારે ચારવા લઇજવા પડે છે. તો આ અરજીના
અનુસંધાનમાં આપને અમે અનુરોધ કરીએ છીએ કે આ પ્રકારની ખોટી રકમો વસુલાત કરવા પર પણ
અંકુશ મુકવામાં આવે તેવી વિનંતિ કરાઇ હતી.