ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે.

New Update
  • જંબુસર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો

  • શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે વિશેષ બસ સેવા શરૂ

  • કાવી-કંબોઈનારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત

  • ભક્તોની લાગણી - સુવિધાને ધ્યાનમાં રાખી આયોજન

  • યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ રહી છે. લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છેત્યારે ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.

જંબુસરથી કાવી-કંબોઈ તથા નારેશ્વર યાત્રાધામ સુધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે. જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્નવિહોણી મુસાફરીનો અનુભવ મળશે. જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કેશ્રાવણ માસ દરમ્યાન ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કાવી-કંબોઈ તથા નારેશ્વર બન્ને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે. તેથી પૂરતી સંખ્યામાં બસો મુકવામાં આવી છેઅને બસો નિયમિત અંતરે ઉપડશે. આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશેત્યારે જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે દહેજ રોડ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી, રૂ.1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ

New Update
IMG-20250824-WA0171
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલ ટ્રક નંબર GJ-38-TA-2176 માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે.
જેના આધારે દરોડા પાડતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવ્યો ન હતો અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ હતો નહીં જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેંક કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂપિયા ૮૫,૮૭,૪૦૦/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી જેસારામ  વિશનારામ જાટે જણાવ્યું હતું કે  રાહુલ નામના વ્યક્તિએ દહેરાદુન (ઉત્તરાખંડ)થી દારૂ ભરાવી આપેલ અને મુસાફરી દરમ્યાન સંપર્કમાં રહયો હતો દરમ્યાન દહેજ જતા રોડ ઉપર ટ્રક ઉભી રાખવા જણાવ્યું હતુ અને આગળ વડોદરા જવાની સુચના હતી. આ મામલામાં પોલીસે દારૂ અને ટ્રક મળી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.