ભરૂચ જિલ્લા યુવા ભાજપના 70 જેટલા કાર્યકરો રાષ્ટ્રીય અધિવેશનમાં લેશે ભાગ

New Update
ભરૂચ જિલ્લા યુવા ભાજપના 70 જેટલા કાર્યકરો રાષ્ટ્રીય અધિવેશનમાં લેશે ભાગ

આગામી 27-28 ઓક્ટોબરનાં રોજ યુવા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન હૈદરાબાદમાં યોજાશે

આગામી તા 27 અને 28મી ઓક્ટોબરનાં રોજ હૈદરાબાદ ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ભરૂચ જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ સાથે જિલ્લાના તમામ તાલુકામાંથી 70 જેટલા કાર્યકરો આ અધિવેશનમાં ભાગ લેવાનાં છે.

જેમને જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશે પટેલ અને યુવા મોરચાના પ્રભારી ધર્મેશ મિસ્ત્રી દ્વારા શુભેચ્છા પાઠવી ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા હતા. આ અધિવેશનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહી યુવા કાર્યકરોને માર્ગદર્શન આપશે.

Latest Stories