ભરૂચ : અંકલેશ્વર GIDC બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

New Update
ભરૂચ : અંકલેશ્વર GIDC બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર GIDC બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત GIDC બસ ડેપો ખાતે ત્રણ થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઈસમ ઊભો છે. તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમી વાળા ઇસમને અટક કરી હતી, અને તેના પાસે રહેલ થેલાઓમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૫૮ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩૪ હજારથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સુરતના પાંડેસરાના ગોપાલ નગર ખાતે રહેતા બુટલેગર રમેશ ત્રિવેદીને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories