ભરૂચ : બુટલેગરો ટ્રકમાં ચોર ખાનું બનાવી કરતાં હતા દારૂની હેરાફેરી, LCB પોલીસે ઝડપી પાડ્યું કૌભાંડ

New Update
ભરૂચ : બુટલેગરો ટ્રકમાં ચોર ખાનું બનાવી કરતાં હતા દારૂની હેરાફેરી, LCB પોલીસે ઝડપી પાડ્યું કૌભાંડ

ભરૂચ LCB પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર આવેલ વડદલા પાટીયા નજીકથી દારૂ ભરેલ આઈસર ટ્રકને ઝડપી પાડ્યો હતો. જેમાં બુટલેગરોએ ટ્રકના તડીયા નીચે 1938 નંગ જેટલી વિદેશી દારૂની બોટલો સંતાડી પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને અવારનવાર મળતી હોય છે, ત્યારે ભરૂચ LCB પોલીસ કાફલો નેશનલ હાઇવે નં. 48 ઉપર આવેલા વડદલા પાટીયા નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન  એક આઈસર ટ્રકને રોકવામાં આવી હતી. જે ટ્રકને જોતાં પ્રથમ નજરે તે ખાલી જણાઈ આવ હતી. પરંતુ પોલીસને શંકા જતા ખાલી ટ્રકમાં રહેલું લોખંડનું પતરું ઉઠાવીને જોતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલોની ગોઠવણી કરી હોય તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાંથી ભરૂચ LCB પોલીસે 1938 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત 2,61,4000/-ની રૂપિયા છે. તો સાથે જ એક આઈસર ટેમ્પો કિંમત રૂપિયા ૩ લાખ, 1 નંગ મોબાઇલ ફોન અને લોખંડનું પતરું મળી કુલ 5,62,400/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ તો LCB પોલીસે મહારાષ્ટ્રના રહેવાસી ટ્રક ચાલક દિપક મેઘવાલ તથા ક્લીનર રાકેશ મેઘવાલની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

New Update
uttrakhnd

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બોલેરો કાર 150  મીટર ઊંડી ખીણમાં પડી  હતી. આ વાહન મુસાફરોથી ભરેલું હતું. આ અકસ્માત સોની બ્રિજ પાસે થયો હતો.

રાહત અને બચાવ કાર્ય શરુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોલેરો ટેક્સી મુવાનીથી બક્તા જઈ રહી હતી. જેમાં 13 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે જ આઠ લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી

બોલેરો કાર ખીણમાં ખાબકી તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નિકળી  ગયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Latest Stories