Connect Gujarat
Featured

ભરૂચ : બીટીપી અને બીટીએસના હોદ્દેદારોએ માથાભારે બુટલેગર વિરુદ્ધ કલેકટરને આવેદન આપ્યું

ભરૂચ : બીટીપી અને બીટીએસના હોદ્દેદારોએ માથાભારે બુટલેગર વિરુદ્ધ કલેકટરને આવેદન આપ્યું
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં દુ. માલપોર ગામે હત્યાના બનાવમાં માથાભારે બુટલેગર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ સાથે બીટીપી અને બીટીએસના આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બી.ટી.પી તેમજ બી.ટી.એસના હોદ્દેદારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝઘડિયા તાલુકાના દુ. માલપોર ગામે કિરણભાઈ ખાતરીયા ભાઈ વસાવાની થયેલ હત્યામાં પરિવારજનોને ન્યાય અપાવવાની માંગ કરતું આવેદનપત્ર આપી આરોપી બુટલેગર અને માથાભારે હોવાના ગંભીર આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસની કામગીરી સામે શંકા ઊભી કરી આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઝઘડિયાના દુ. માલપોરના કિરણભાઈ ખાતરીયા વસાવા 07/11/2020 ના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં આરોપી સુનિલ સૂકા વસાવાએ પત્ની સાથે આડા સંબંધની શંકા રાખી કિરણભાઈને મારમારી ઘર છોડી રાત્રિના ગુમ થઈ ગયો હતો. જોકે બીજા દિવસે ગામની સીમમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પીએમ રિપોર્ટમાં મરણજનાર ને માર મારી હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આરોપી દેશી દારૂનો ધંધો કરતો હોય તેમજ રાજકીય વગ ધરાવતો હોવાને પગલે તમામ સંબંધોનો દુરુપયોગ કરી હત્યાનો ગુનો કરવા છતાં પોલીસ સાથેના સારા સંબંધ તેમજ રાજકીય ઓળખાણને લઈ નિર્દોષ વ્યક્તિની જેમ ફરતો હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયા છે. આજરોજ ગ્રામજનોએ આવેદનપત્ર આપી ઝઘડિયા પોલીસ દ્વારા આરોપી સાથે આરોપી જેવું વર્તન કરવા ઉપરાંત પરિવારજનોને પોલીસ મથકે ખોટાં ધક્કા ખવડાવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તેમજ ન્યાય અપાવવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

Next Story