/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-52.jpg)
પોલીસે ત્રણેવ યુવકોની અટકાયત કરી મોબાઇલ કબ્જે કર્યા
ભરૂચ ખાતે સી-ડિવિઝન વિસ્તારમાં કોલેજીયન યુવતીને અલગ અલગ મોબાઇલ નંબરોથી કોલ,મેસેજ,વિડિયો કોલ કરી કેટલાક ઇસમો હેરાન કરતા હોવાની ફરીયાદ યુવતીના પિતાએ સી-ડિવિઝન પોલીસ મથકે કરી હતી.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચની નર્મદા કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને કેટલાક યુવાનો વોટ્સએપ મેસેજ અને વિડીયો કોલ કરી હેરાન કરતા હતા અને કોલેજ પર પહોચી જવાની ધમકી આપતા હતા.આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારજનોને જાણ કરતા તેઓએ સી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. સી ડીવીઝન પોલીસે સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોધી તપાસ શરૂ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
આ બનાવમાં પોલીસે સાકીર જ્બ્બાર અહમદશા દિવાન(રહે. નેશનલ પાર્ક સોસાયટી,ભરૂચ, મુળ રહે. ઇસ્લામપુર સોસાયટી પાસે,નવાપુરા,મહારાષ્ટ્ર),સમીર ઐયુબ વોરા પટેલ(રહે. શુકુન બંગ્લોઝ,મુંન્શી સ્કુલની પાછળ,મનુબર ચોકડી,ભરૂચ. મુળ રહે. ડબી ફળીયુ,મદિના હોટલ પાછળ,ભરૂચ.) અને મોહંમદ ઇલ્યાસ અબ્દુલ રઝાક મેમણ (રહે. સરવર પાર્ક, જંબુસર રોડ,રેલ્વે પાટાની સામે,ભરૂચ.)ની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.