• રહાડપોર રોડ ઉપર બની ચોંકાવનારી ઘટના

  • પોલીસની ઓળખ આપીને સીઝરોનો ત્રાસ 

  • વાહનચાલકનું હૃદય રોગના હુમલાથી મોત

  • એકટીવાની નંબર પ્લેટ નથી તેમ કહી ધમકાવ્યા 

  • પોલીસે ઘટનામાં કાર્યવાહી શરૂ કરી 

ભરૂચના રહાડપોર ગામ પાસે સીઝરોના ત્રાસે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી,પોલીસની ઓળખ આપીને એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે ધાકધમકી આપતા 43 વર્ષીય ઉર્વીશ મોદીને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

ભરૂચના રહાડપોર રોડ પર પોલીસની ઓળખ આપીને આવેલા સીઝરોના ત્રાસે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે ધાકધમકી આપતા 43 વર્ષીય ઉર્વીશ મોદીને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વીશ બીપીનભાઈ મોદી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રહાડપોર રોડ પર કેટલાક સીઝરોએ તેમને આંતર્યા હતા. પોલીસની ખોટી ઓળખ આપી આ શખ્સોએ તમારા વાહનમાં નંબર પ્લેટ નથી‘ તેમ કહી ઉર્વીશભાઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું.”

નકલી પોલીસનો રોફ અને સીઝરોની દાદાગીરી જોઈ ઉર્વીશભાઈ એટલી હદે ગભરાઈ ગયા કે તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવી ગયો હતો. તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને જોતજોતામાં તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.મૃતકના પરિવારે સીઝરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.અને પોલીસ ફરિયાદ દર્જ કરવાની તજવીજ હાથધરી હતી.