ભરૂચ : સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની કરાઇ સાદગીપૂર્ણ રીતે ઉજવણી, પ્રેમીભક્તોએ પણ પરિવાર સાથે ઘરે જ મનાવ્યો ઉત્સવ

New Update
ભરૂચ : સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની કરાઇ સાદગીપૂર્ણ રીતે ઉજવણી, પ્રેમીભક્તોએ પણ પરિવાર સાથે ઘરે જ મનાવ્યો ઉત્સવ

કોરોના મહામારીના કારણે આ વર્ષે સિંધી સમાજ દ્વારા ભરૂચ ધામમાં પૂજ્ય ચેટીચાંદનો મેળો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રેમીભક્તોએ પોતાના ઘરે જ પરિવાર સાથે ચેટીચાંદ પર્વની ઉજવણી કરી હતી. તો સાથે જ દેશ-વિદેશથી આવતા તમામ સેવક અને પણ જનોઈ અને મુંડન સંસ્કારનું આયોજન સ્થગિત કર્યું હોવાનું પણ ઠાકુર સાહેબ દ્વારા જણાવાયું હતું.

ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ સિંધી સમાજના મુખ્ય પ્રાચીન તીર્થ સ્થાન એવા જય ઝૂલેલાલ વરુણદેવ મંદિર ખાતે આજરોજ ચેટીચાંદ પર્વના પવિત્ર દિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના વર્તમાન 26માં ગાદેશ્વર પૂજ્ય ઠાકુર સાંઈ મનિષલાલ સાહેબજીએ અખંડ જ્યોત સાહેબની સામે અખા સાહેબના મંત્રોચ્ચાર સાથે અખો પહેરાવ્યો હતો. જોકે, આ વર્ષે કોરોનાના વધતાં સંક્રમણના પગલે પ્રેમીભક્તોએ પણ પોતાના પરિવાર સાથે ઘરમાં જ રહીને ચેટીચાંદ પર્વની ઉજવણી કરી હતી. વધુમાં તમામ સેવક અને પ્રેમીભક્તોને જનોઈ અને મુંડન સંસ્કારનું આયોજન સ્થગિત કર્યું હોવાનું જણાવાયું હતું.

સાંઈ મનિષલાલ ઠાકુર દ્વારા પ્રેમીભક્તોને જણાવાયું છે કે, ભક્તો પોતાના ઘરે જ ભગવાન શ્રી ઝૂલેલાલજીને ફૂલોનો હાર પહેરાવ્યા બાદ 11 દીવા પ્રગટાવી એક લોટામાં જળ લઈને 3 વાર ભગવાનજી અખા સાહેબના મંત્રજાપ સાથે જળના લોટામાં પ્રવાહન કરવું. શક્ય હોય તો પૂજ્ય બહેરાણા સાહેબ, બુઝલ દેગ સાહેબ અથવા જુવારનો લોટ અને ગોળના પાણીથી મોદક બનાવ્યા બાદ મંત્ર બોલીને સુવિધાનુસાર નદી, તળાવ અથવા કૂવામાં પ્રવાહન કરવા જણાવાયું છે. તો સાથે જ કોરોનાના કપરા કાળ અને કઠિન સમયમાંથી સૌકોઈને વહેલી તકે મુક્તિ મળે તે માટે ઝૂલેલાલ મંદિર ખાતે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

Latest Stories