/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-14.jpg)
કોંગ્રેસના અહેમદ પટેલ સાથે પણ છોટુભાઇના ઘનિષ્ટ સબંધો
લોકોના જે કાર્યો અત્યાર સુધી નથી થયા તે કરવાના છે : છોટુભાઇ વસાવા
મનસુખભાઇ એ વિચાર્યું નહીં હોય તેવી લીડ થી અમે જીતીશું નો દાવો કર્યો
રાજ્યની ૨૬ લોકસભા બેઠકમાં લગભગ ભરૂચની જ બેઠક એવી છે કે જયાં બિન અનામત બેઠક હોવા છતાં આદિવાસી ઉમેદવાર પ્રબળ સાબિત થઈ રહ્યો છે.કારણ કે આ બેઠકા ઉપર લગભગ પાંચ લાખથી વધુ આદિવાસી સમાજના મતદારો છે. જેથી બી.જે.પી. કોંગ્રેસ અને બી.ટી.પી. મહદા અંશે આદિવાસી સમાજમાંથી ઉમેદવારોની પર પસંદગી ઉતારતા હોય છે.
ભરૂચ નર્મદા જિલ્લામાં ઝઘડીયાના ધારાસભ્ય અને બીટીપીના છોટુભાઇ વસાવાની પકડ સારી હોવાના કારણે બંન્નેવ જિલ્લા પંચાયતો પણ તેમના સહકાર બદલ શક્ય નથી.વળી કોંગ્રેસના અહેમદ પટેલ સાથે પણ છોટુભાઇના ઘનિષ્ટ સબંધો છે.રાજ્ય સભામાં પણ છોટુભાઇ વસાવાનો અહેમદ પટેલને અપાયેલ વોટ નિર્ણાયક રહ્યો હતો. રવિવારે સવારે છોટુભાઇ વસાવા તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભરૂચ આવી ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ વિશાળ કાફલા સાથે કલેકટરાલય પહોંચી જિલ્લા કલેકટરને પોતાનું ઉમેદવારી ફોર્મ આપી બી.ટી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી.
ફોર્મ ભર્યા બાદ કનેકટ ગુજરાત સાથેની વાતચિત દરમ્યાન છોટુભાઇ વસાવાએ જણાવ્યું કે, અમે લોકોના જે કાર્યો અત્યાર સુધી નથી થયા તે કરવાના છે. તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત મુદ્દે ટુંકમાં જ પ્રત્યુત્તર આપી કહ્યું કે એ કોંગ્રેસ ને જ પુછજો. તો સાથે મનસુખભાઇ વસાવાને લીડ આપવા અંગે તેમણે કહ્યું કે મનસુખભાઇ એ વિચાર્યું નહીં હોય તેવી લીડ થી અમે જીતીશું નો દાવો કર્યો હતો.
ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે છોટુભાઇ વસાવાની ઉમેદવારી થી બીજેપી માટે રસ્તો સાફ થયો છે.જયારે કોંગ્રેસ માટે ચઢાણ કપરા રહેશે. જો કોંગ્રેસ ઉમેદવાર તરીકે અહેમદ પટેલને ઉતારશે તો ભારે રસાકશી જામશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.