/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/21152119/WhatsApp-Image-2020-10-21-at-10.39.12-AM-e1603273891251.jpeg)
ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ મેડિકલ કોલેજમાં એડમિશનની પ્રક્રિયા ટૂંક સમયમાં થનાર છે ત્યારે ગતરોજ મેડિકલ કોલેજમાંથી કોબ્રા સાપ મળી આવતા ફફડાટ મચી જવા પામી, જોકે જીવદયાપ્રેમીઓએ સ્થળ પર દોડી આવી કોબ્રા સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ ૧૫૦ બેઠક મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે જેના પગલે કોલેજની અંદર વિવિધ લેબ માટેની સુવિધા કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકે તેની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં ચાલુ થનાર છે, ત્યારે ગતરોજ મોડી સાંજે જ મેડિકલ કોલેજમાંથી કોબ્રા સાપ મળી આવતા કોલેજ સંચાલકોમાં ફફડાટ મચી જવા પામી હતી. જોકે કોલેજ સંચાલકોએ તાત્કાલિક જીવ દયા પ્રેમીને જાણ કરતાં જીવદયા પ્રેમીઓની ટીમે સ્થળ પર દોડી આવી અત્યંત ઝેરી કોબ્રા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. જેના કારણે કોલેજમાં રહેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.