ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને માસિક ધોરણે પેન્શન આપવામાં આવે છે. આ યોજનાને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે.જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનપૂર્વક જીવન પસાર કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર 8 માં ફાંટાતળાવ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે નગરપાલિકા પ્રમુખના અમિત ચાવડાના હસ્તે વિધવાઓ મહિલાઓને સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળા,ચીફ ઓફિસર દશરથ ગોહિલ તેમજ નગર સેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ: ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો પ્રારંભ,વિધવા મહિલાઓને અપાશે પેન્શન
હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
