/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/874f0b29-b8f7-4cf3-b6db-c01eba0c840d.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા નવા નિમાયેલા હોદ્દેદારોનો આજે સન્માન સમારંભ યોજાયો હતો. આગામી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન દિલાવર પટેલની જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ ઈલ્યાસભાઈ સરપંચ દહેગામવાળાની જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમની બાજીભાઈની જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે તેમજ સાજીદ હાફેજી દયાદરાવાળાના સંગઠનના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આજરોજ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ નવેઠા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત સભ્ય શકીલભાઈ અકુંઝ અસીમ પાદરવાળા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.