-
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી
-
કોંગ્રેસ દ્વારા યોજાયો સન્માન સમારોહ
-
પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારોનું કરાયુ સન્માન
-
સત્તાવાર યાદી પણ જાહેર કરાય
-
આગેવાનો કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાયનલ યાદી જાહેર કરવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ન ખેંચી પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ પોતાના વફાદાર અને લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને તક આપીને એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.
ચૂંટણીના માહોલમાં કોઈ પણ જાતની ધાક-ધમકી અને દબાણ હોવાના આક્ષેપો વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવારોએ અડીખમ રહી ઉમેદવારી નોંધાવી હતી. આવા ઉમેદવારોનું પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના-મોટા મતભેદો રહેતા હોય છે, પરંતુ આ વખતે પાર્ટીએ સંકલન સાથે ઉમેદવારો પસંદ કર્યા છે.તેમજ, મુમતાજ પટેલ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે મુમતાજ પટેલ ભરૂચની બેટી છે અને તેઓ ચૂંટણી પ્રચાર માટે જરૂર આવશે.
