Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ચાર શિક્ષિતો પૈકી માત્ર એકને માંડ મળે છે નોકરી, જુઓ કોણે કર્યા આક્ષેપો

ભરૂચ : ચાર શિક્ષિતો પૈકી માત્ર એકને માંડ મળે છે નોકરી, જુઓ કોણે કર્યા આક્ષેપો
X

દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે યુથ કોંગ્રેસે દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

દેશમાં બેરોજગારીનો અજગર શિક્ષિત યુવકોને ભરખી રહ્યો છે અને કેન્દ્રની મોદી સરકાર રોજગારી અંગેના ભ્રામક આંકડાઓ રજુ કરી નરી અરાજકતા ફેલાવી રહી છે તેવા આક્ષેપો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનોએ કર્યા છે.

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં શિક્ષિત યુવકોને રોજગાર મેળવવા ફાંફા મારવા પડી રહ્યા છે. ઔદ્યોગિક જિલ્લો હોવા છતાં ચાર શિક્ષિતો પૈકી માત્ર એક યુવકને માંડ નોકરી મળે છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ પણ સરકારની વિવિધ મુદાઓ પણ ટીકા કરી હતી.

Next Story