Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ રહેણાંક વિસ્તાર-મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ

ભરૂચઃ રહેણાંક વિસ્તાર-મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ
X

તંત્ર દ્વારા ફટાકડાનાં સ્ટોલ માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવે છે પરવાનગી

હાલમાં દિવાળીનો સમય ખૂબ જ નજીક છે. ત્યારે લોકોએ પણ કંઈક ને કંઈક રીતે દિવાળીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ દિવાળીનાં પર્વમાં કમાણી કરી લેવાની લાલચમાં કેટલાંક લોકો ફટાકડાનાં સ્ટોલ ગમે ત્યાં લગાવી દેતા હોય છે. અહીં ભરૂચનાં મુખ્ય માર્ગ ઉપર કેટલાંક સ્થળોએ લાગેલા ફટાકડાનાં સ્ટોલની વાત કરીએ તો રસ્તાની બિલ્કુલ બાજુમાં ખુલ્લી જગ્યામાં ફટાકડાની દુકાનો ખડકી દેવામાં આવી છે.

https://www.facebook.com/connectgujarat/posts/2023087621245302

આ વર્ષે દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રિમ કોર્ટે કેટલીક શરતોને આધિન રહીને ફટાકડા ફોડવા અને વેચવા ઉપર છુટ આપી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે લાઈસન્સ વિના ફટાકડા બજારમાં વેચી નહીં શકાય. ત્યારે ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા આવા સ્ટોલ માટે શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્ટોલ ઊભા કરવા માટે પરવાનગી આપવામાં આવે છે, જોકે કેટલાંક લોકો દ્વારા કમાણી કરી લેવાનાં સ્વાર્થ સાથે કોઈપણ પ્રકારની સેફ્ટિ જોયા વિના જ જાહેર માર્ગો ઉપર પણ સ્ટોલ ઊભા કરી દેવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં તંત્ર જાણે કાર્યવાહી કરવાના બદલે મુક પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેમાંક વિસ્તારોની આસપાસ પણ આવી ફટાકડાની દુકાનો ખુલતી નજરે પડી રહી છે.

Next Story