ભરૂચના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ. 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરના કુલ 11,916 નંગ મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 22.55 લાખથી વધુ છે. ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ. 32.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી રાજપીપળા લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં, દારૂના કેસમાં વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન હોવાનો ખુલાસો થયો છે. દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે.